આજરોજ શાળાના બાળકોને શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ ગાબાણી દ્વારા ત્રણ જુલાઈ વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિત્તે પ્લાસ્ટિક બેગ તથા અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ ન વાપરવા બાબતે માર્ગદર્શન આપ્યું.
આજરોજ તા.૧૧/૮/૨૦૨૩ ને શુક્રવારે ધોરણ ૬ થી ૮ ના કુલ ૧૭ વિદ્યાર્થીઓને રિજિયોનલ સાઈન્સ સેન્ટર ની મુલાકાત કરાવી. લાયન્સ ક્લબ ઓફ ભાવનગર ( વેસ્ટ ) ની ટીમ દ્વારા આ મુલાકાતનો સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો. ટીમના કુલ ૮ સભ્યો પણ વિદ્યાર્થીઓ સાથે આવેલા. સેન્ટરમાં જુદા જુદા ૫ વિભાગની ગેલેરી તથા ૩ વિભાગના 9D વિડિયો બાળકોએ જોયા. વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત આનંદમય અને પ્રેરણાદાયક રહી.