આજરોજ તારીખ 1/10/2023 ને રવિવારે સવારે 10 થી 11 એક કલાક શાળામાં શ્રમદાન દ્વારા સફાઈ કરવામાં આવી.શાળામાં SMC ના સભ્ય તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શ્રમદાન માં ભાગ લીધો.
આજરોજ તા.૧૧/૮/૨૦૨૩ ને શુક્રવારે ધોરણ ૬ થી ૮ ના કુલ ૧૭ વિદ્યાર્થીઓને રિજિયોનલ સાઈન્સ સેન્ટર ની મુલાકાત કરાવી. લાયન્સ ક્લબ ઓફ ભાવનગર ( વેસ્ટ ) ની ટીમ દ્વારા આ મુલાકાતનો સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો. ટીમના કુલ ૮ સભ્યો પણ વિદ્યાર્થીઓ સાથે આવેલા. સેન્ટરમાં જુદા જુદા ૫ વિભાગની ગેલેરી તથા ૩ વિભાગના 9D વિડિયો બાળકોએ જોયા. વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત આનંદમય અને પ્રેરણાદાયક રહી.