આજ રોજ તા.12/9/23 ને મંગળવારે શાળા n.65 માં ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ. અત્રેની શાળા n.80 ની કુલ ત્રણ વિભાગમાં કૃતિઓ રજૂ કરવામાં આવેલ.
આજરોજ તા.૧૧/૮/૨૦૨૩ ને શુક્રવારે ધોરણ ૬ થી ૮ ના કુલ ૧૭ વિદ્યાર્થીઓને રિજિયોનલ સાઈન્સ સેન્ટર ની મુલાકાત કરાવી. લાયન્સ ક્લબ ઓફ ભાવનગર ( વેસ્ટ ) ની ટીમ દ્વારા આ મુલાકાતનો સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો. ટીમના કુલ ૮ સભ્યો પણ વિદ્યાર્થીઓ સાથે આવેલા. સેન્ટરમાં જુદા જુદા ૫ વિભાગની ગેલેરી તથા ૩ વિભાગના 9D વિડિયો બાળકોએ જોયા. વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત આનંદમય અને પ્રેરણાદાયક રહી.